-
ગીતશાસ્ત્ર ૧૪૪:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ હે યહોવા, મનુષ્ય કોણ કે તમે તેના તરફ નજર કરો?
માણસ કોણ કે તમે તેના તરફ ધ્યાન આપો?+
-
-
માથ્થી ૬:૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ ખેતરનાં ફૂલછોડ જે આજે અહીં છે અને કાલે આગમાં નંખાશે, એને પણ ઈશ્વર આટલી સુંદર રીતે સજાવે છે. તો પછી હે ઓછી શ્રદ્ધાવાળાઓ, તે શું તમને વધારે સારાં કપડાં નહિ પહેરાવે?
-
-
હિબ્રૂઓ ૨:૬-૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ પણ ક્યાંક એક સાક્ષીએ જણાવ્યું છે: “મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો અથવા માણસનો દીકરો* કોણ કે તમે તેની સંભાળ રાખો.+ ૭ તમે તેને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું. તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો. તમે તમારા હાથનાં કામો પર તેને અધિકાર આપ્યો. ૮ તમે બધી જ વસ્તુઓ તેના પગ નીચે મૂકીને આધીન કરી.”+ બધું જ તેમને આધીન કરીને+ ઈશ્વરે એવું કંઈ પણ બાકી રાખ્યું નથી, જે તેમને આધીન કરવામાં આવ્યું ન હોય.+ જોકે, હમણાં આપણે બધી વસ્તુઓ તેમને આધીન થયેલી જોતા નથી.+
-