-
યોહાન ૫:૬-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ ઈસુએ તેને જોયો અને તેમને ખબર પડી કે તે ઘણા સમયથી બીમાર છે. તેમણે તેને પૂછ્યું: “શું તું સાજો થવા ચાહે છે?”+ ૭ એ બીમાર માણસે જવાબ આપ્યો: “સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે, ત્યારે મને કુંડમાં ઉતારવા માટે કોઈ હોતું નથી. હું કુંડમાં ઊતરવા જાઉં, એટલામાં બીજું કોઈ મારી આગળ ઊતરી જાય છે.” ૮ ઈસુએ તેને કહ્યું: “ઊભો થા! તારી પથારી ઉપાડીને ચાલ.”+ ૯ એ માણસ તરત જ સાજો થયો! તેણે પોતાની પથારી ઉઠાવી અને ચાલવા લાગ્યો.
એ સાબ્બાથનો* દિવસ હતો.
-