-
માથ્થી ૮:૨૮, ૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ જ્યારે ઈસુ પેલે પાર ગદરાનીના પ્રદેશમાં આવી પહોંચ્યા, ત્યારે દુષ્ટ દૂતોના વશમાં હોય એવા બે માણસો કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યા.+ તેઓ એટલા ભયંકર હતા કે કોઈ એ રસ્તે જવાની હિંમત કરતું નહિ. ૨૯ જુઓ! તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા: “હે ઈશ્વરના દીકરા, તારે અને અમારે શું લેવાદેવા?+ શું ઠરાવેલા સમય પહેલાં તું અમને પીડા આપવા આવ્યો છે?”+
-
-
માર્ક ૫:૨-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે એક માણસ તરત જ કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યો. એ માણસ ખરાબ દૂતના વશમાં હતો. ૩ તે કબરો વચ્ચે રહેતો હતો અને કોઈ તેને બાંધી શકતું ન હતું. અરે, સાંકળથી પણ નહિ. ૪ તેને ઘણી વાર બેડીઓ અને સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. પણ તે સાંકળો તોડી નાખતો અને બેડીઓ ભાંગી નાખતો. તેને કાબૂ કરવાની કોઈનામાં તાકાત ન હતી. ૫ તે કબ્રસ્તાનમાં રાત-દિવસ બૂમો પાડ્યા કરતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. ૬ પણ તેણે ઈસુને દૂરથી જોયા ત્યારે તે દોડી આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો.+ ૭ તેણે મોટા અવાજે બૂમ પાડીને કહ્યું: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને ઈશ્વરના સોગંદ દઉં છું કે મને પીડા આપીશ નહિ.”+ ૮ તેણે એટલા માટે એવું કહ્યું, કારણ કે ઈસુ તેને કહેતા હતા: “ઓ ખરાબ દૂત, એ માણસમાંથી બહાર નીકળ.”+ ૯ ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ.” ૧૦ તેણે ઘણી વાર ઈસુને વિનંતી કરી કે તેઓને એ પ્રદેશમાંથી બહાર કાઢી ન મૂકે.+
-