૧૨ “‘જે જીતે છે, તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ. કોઈ તેને મંદિરમાંથી બહાર કાઢી શકશે નહિ. હું તેના પર મારા ઈશ્વરનું નામ લખીશ.+ મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે કે સ્વર્ગમાંથી મારા ઈશ્વર પાસેથી ઊતરતા નવા યરૂશાલેમનું+ નામ લખીશ. મારું પોતાનું નવું નામ પણ લખીશ.+