વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • fg પાઠ ૧ પાન ૩
  • કઈ ખુશખબર છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કઈ ખુશખબર છે?
  • ઈશ્વર પાસેથી ખુશખબર!
  • સરખી માહિતી
  • શા માટે ઈશ્વર પાસેથી શીખવું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ઈશ્વરે ધરતી કેમ બનાવી?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
ઈશ્વર પાસેથી ખુશખબર!
fg પાઠ ૧ પાન ૩

પાઠ ૧

કઈ ખુશખબર છે?

૧. ઈશ્વર પાસેથી કઈ ખુશખબર છે?

પૃથ્વી પર લોકો જીવનનો આનંદ માણી રહ્યાં છે

ઈશ્વર ચાહે છે કે મનુષ્યો પૃથ્વી પર જીવનનો આનંદ માણે. મનુષ્યને તે ખૂબ ચાહે છે, એટલે તેમણે સુંદર પૃથ્વી અને એમાંની બધી ચીજવસ્તુઓ બનાવી છે. બહુ જલદી જ તે સર્વ લોકોનું જીવન સુખ-શાંતિથી ભરી દેશે. મનુષ્યોને દરેક પ્રકારની તકલીફોથી તે આઝાદ કરશે!​—યિર્મેયા ૨૯:૧૧ વાંચો.

કોઈ સરકાર કદીયે હિંસા, અન્યાય, બીમારી કે મરણને દૂર કરી શકી નથી. પણ આપણા માટે એક ખુશખબર છે! બહુ જલદી જ ઈશ્વર બધી માનવ સરકારોને મિટાવી દેશે અને પોતાનું રાજ લાવશે. તેમના રાજમાં લોકો સારી તંદુરસ્તી અને સુખ-શાંતિમાં જીવશે.​—યશાયા ૨૫:૮; ૩૩:૨૪; દાનીયેલ ૨:૪૪ વાંચો.

૨. આ ખુશખબર કેમ બહુ મહત્ત્વની છે?

ઈશ્વર જ્યારે ખરાબ લોકોનો નાશ કરશે, ત્યારે જ બધી દુ:ખ-તકલીફોનો અંત આવશે. (સફાન્યા ૨:૩) એવું ક્યારે થશે? આજની દુનિયાની ખરાબ હાલત વિષે બાઇબલમાં પહેલેથી જણાવવામાં આવ્યું છે. એ બતાવે છે કે બહુ જલદી જ ઈશ્વર પગલાં ભરશે.​—૨ તીમોથી ૩:૧-૫ વાંચો.

૩. આપણે શું કરવું જોઈએ?

આપણે બાઇબલમાંથી ઈશ્વર વિષે શીખવું જોઈએ. બાઇબલ જાણે પ્રેમાળ પિતા પાસેથી મળેલો પત્ર છે. એ શીખવે છે કે આપણે કઈ રીતે આજે સુખી બની શકીએ અને ભવિષ્યમાં કાયમ માટે સુખચેનથી જીવી શકીએ. ખરું કે તમે બાઇબલમાંથી શીખી રહ્યા છો, એ અમુક લોકોને નહિ ગમે. પણ હિંમત ન હારો! સુંદર ભાવિની તક ચૂકશો નહિ!​—નીતિવચનો ૨૯:૨૫; પ્રકટીકરણ ૧૪:૬, ૭ વાંચો.

    ગુજરાતી સાહિત્ય (૨૦૦૦-૨૦૨૨)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો