અભ્યાસ ૩
સવાલો પૂછો
માથ્થી ૧૬:૧૩-૧૬
મુખ્ય વિચાર: સમજી-વિચારીને સવાલો પૂછો, જેથી લોકોને રસ જાગે, તેઓ બરાબર સમજે અને મહત્ત્વના વિચારો જાણે.
કેવી રીતે કરશો:
રસ જગાડો અને એને જાળવી રાખો. એવા સવાલો પૂછો, જેનાથી વ્યક્તિ વિચારવા લાગે અને તેની જિજ્ઞાસા જાગે.
વિષય સમજાવો. એકએક સવાલ વારાફરતી મનમાં ગોઠવો. એ પૂછો અને માહિતી બરાબર સમજાય છે એનું ધ્યાન રાખો, જેથી તેઓ પોતે યોગ્ય નિર્ણય પર આવી શકે.
મહત્ત્વના વિચારો ચમકાવો. જિજ્ઞાસા જાગે એવા સવાલો પૂછો. પછી મહત્ત્વનો વિચાર રજૂ કરો. મહત્ત્વના વિચારની ચર્ચા કર્યા પછી અથવા વાત પૂરી કરવાના હો ત્યારે, ફરીથી સવાલો પૂછીને એ વિચારો તાજા કરો.