અભ્યાસ ૧૨
પ્રેમ અને કોમળતા
૧ થેસ્સાલોનિકીઓ ૨:૭, ૮
મુખ્ય વિચાર: તમારા બોલવા પરથી સાંભળનારાઓ પારખી શકશે કે તમે તેઓને ખરેખર પ્રેમ કરો છો અને મદદ કરવા ચાહો છો.
કેવી રીતે કરશો:
તમારા સાંભળનારાઓનો વિચાર કરો. તેઓના જીવનમાં કેવી તકલીફો આવે છે એનો વિચાર કરો. જો તમે તેઓની જગ્યાએ હોત તો?
કયા શબ્દો વાપરશો એનો વિચાર કરો. સાંભળનારાઓના મનને તાજગી આપો. દિલાસો આપો. હોંશ જગાડો. તેઓનું દિલ દુભાય એવું કંઈ ન બોલો. જેઓ યહોવામાં માનતા ન હોય અથવા બીજો ધર્મ પાળતા હોય તેઓ વિશે ખરાબ ન બોલો.
તમારો પ્રેમ બતાવો. કોમળ અવાજથી અને યોગ્ય હાવભાવથી તમારો પ્રેમ દેખાઈ આવવો જોઈએ. સ્માઈલ કરવાનું ભૂલતા નહિ.