વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • th અભ્યાસ ૧૫ પાન ૧૮
  • ખાતરીથી જણાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખાતરીથી જણાવો
  • વાંચવાની અને શીખવવાની કળા
  • સરખી માહિતી
  • ઉત્સાહ
    વાંચવાની અને શીખવવાની કળા
  • વાતચીતની રીત
    વાંચવાની અને શીખવવાની કળા
  • શીખવા મળે એવી માહિતી
    વાંચવાની અને શીખવવાની કળા
વાંચવાની અને શીખવવાની કળા
th અભ્યાસ ૧૫ પાન ૧૮

અભ્યાસ ૧૫

ખાતરીથી જણાવો

જણાવેલી કલમ

૧ થેસ્સાલોનિકીઓ ૧:૫

મુખ્ય વિચાર: જણાવો કે તમને સત્યમાં પૂરેપૂરો ભરોસો છે અને તમે જે શીખવો છો એ મહત્ત્વનું છે.

કેવી રીતે કરશો:

  • પૂરેપૂરી તૈયારી કરો. તમારી માહિતીને પૂરી રીતે સમજી લો. મુખ્ય વિચારો બરાબર સમજી લો. બાઇબલ એ વિચારોને કઈ રીતે ટેકો આપે છે, એ પાકું કરો. મુખ્ય વિચારો થોડા અને સાદા શબ્દોમાં રજૂ કરો. સાંભળનારાઓને એ કેવી રીતે મદદ કરશે એનો વિચાર કરો. યહોવાની પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરો.

    ઉપયોગી સૂચન

    તમારી રજૂઆતની મોટેથી પ્રેક્ટિસ કરો. માહિતીથી પૂરેપૂરા જાણકાર બનો અને જે રીતે રજૂ કરો છો એમાં જરૂરી સુધારો કરો.

  • ખાતરી આપે એવા શબ્દો વાપરો. છાપેલા શબ્દો પોપટની જેમ ગોખીને બોલવાને બદલે, તમારા પોતાના શબ્દોમાં બોલો. એવા શબ્દો વાપરો, જેનાથી દેખાઈ આવે કે તમે જે જણાવો છો એમાં તમે પોતે માનો છો, શ્રદ્ધા રાખો છો અને ભરોસો મૂકો છો.

  • પૂરી ખાતરીથી ને સાચા દિલથી વાત કરો. બરાબર સાંભળી શકાય એટલા અવાજે બોલો. કોઈને ખરાબ ન લાગે એ રીતે તેઓની સામે જોઈને વાત કરો.

    ઉપયોગી સૂચન

    પૂરી ખાતરીથી વાત કરવાનો અર્થ એ નથી કે તમે સમજ્યા વિચાર્યા વગર બોલો અને પોતાનું જ ચલાવ્યે રાખો અથવા લોકોને દબાણ કરો. ભલે તમે પૂરી ખાતરીથી વાત કરતા હો, પણ એ પ્રેમથી કરો.

    ગુજરાતી સાહિત્ય (૨૦૦૦-૨૦૨૨)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો