બાઇબલનો સંદેશો પુસ્તિકા આપવાની એક રીત
આપણા પ્રચાર વિસ્તારોમાં એવા ઘણા છે, જેઓને બાઇબલ વિષે ઓછી સમજ છે. ખાસ તો જેઓ ખ્રિસ્તી ધર્મના નથી તેઓને. આપણા કેટલાક ભાઈ-બહેનો બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી એવા લોકોને શીખવે છે. એ વખતે તેઓ બાઇબલનો સંદેશો પુસ્તિકા પણ વાપરે છે, જેથી વિદ્યાર્થીઓને બાઇબલનો પરિચય મળી શકે. જેમ કે, આપણા એક ભાઈએ બાઇબલ શીખવે છે પુસ્તકના ત્રીજા પ્રકરણની ચર્ચા કરતી વખતે, બાઇબલનો સંદેશો પુસ્તિકાનો પાઠ એક વાપર્યો હતો. પછી દરેક અભ્યાસને અંતે એ પુસ્તિકામાંથી એક નવા પાઠની ચર્ચા કરવા લાગ્યા. બાઇબલની ઓછી સમજ હોય એવા કોઈને, શું તમે પણ શીખવો છો? તેમને “પવિત્ર શાસ્ત્ર” શીખવા મદદ કરો, જેથી તે ‘તારણને માટે જ્ઞાન’ મેળવી શકે. એ માટે બાઇબલ શીખવે છે પુસ્તકમાં આપેલી વધારાની માહિતી અને બાઇબલનો સંદેશો પુસ્તિકાનો પણ ઉપયોગ કરો.—૨ તીમો. ૩:૧૫.