મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ઑક્ટોબરના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“તમને કદી સવાલ થયો છે કે ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે? [જવાબ આપવા દો.] એના વિષે હું તમને કંઈ બતાવી શકું?” જો ઘરમાલિકને રસ હોય તો ઑક્ટોબરના ચોકીબુરજનું પાન ૨૨ બતાવો. ત્યાં આપેલા પહેલા પ્રશ્ન નીચેની માહિતી અને જણાવેલી કોઈ એક કલમ વાંચો. તેમને બંને મૅગેઝિન આપો અને ફરી વાર બીજા પ્રશ્નની વાત કરવા ગોઠવણ કરો.
ચોકીબુરજ ઑક્ટોબર
મૅગેઝિનનો વિષય બતાવીને આમ કહી શકો: “આ સવાલ વિષે તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] એના વિષે પવિત્ર શાસ્ત્ર શું કહે છે એ વાંચી આપું? [ઘરમાલિકને રસ હોય તો, ૧ યોહાન ૫:૧૯ વાંચી આપો.] આ કલમ પ્રમાણે શેતાન આ દુનિયા પર રાજ કરે છે. એનાથી બીજા અનેક સવાલ થાય છે. શેતાનને કોણે બનાવ્યો? શું સાચે જ શેતાન જેવું કંઈ છે? ઈશ્વર તેને કેટલો સમય રાજ કરવા દેશે? એ વિષે આ મૅગેઝિનમાં પવિત્ર શાસ્ત્રમાંથી જણાવ્યું છે.”
સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર
“આજે અમે કુટુંબોની મુલાકાતે નીકળ્યા છીએ. બાળકોને મોટા કરવામાં માબાપને કેવી મુશ્કેલીઓ નડે છે? [જવાબ આપવા દો.] ઘણા માબાપો સલાહ-સૂચનો માટે પવિત્ર શાસ્ત્રનું માર્ગદર્શન લે છે. બાળકોને શિસ્ત આપવા વિષે એક ઈશ્વરભક્તે સરસ સલાહ આપી છે. એ તમને બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો એફેસી ૪:૩૧ વાંચો.] આ મૅગેઝિન સફળ બાળઉછેર માટે ઈશ્વરનું માર્ગદર્શન આપે છે.”