૭ “જે દેશમાં પ્રવેશીને તમે એનો કબજો લેવાના છો,+ એ દેશમાં યહોવા તમારા ઈશ્વર તમને લાવે ત્યારે, તે તમારી આગળથી આ સાત પ્રજાઓને હાંકી કાઢશે:+ હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ,+ કનાનીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ.+ એ સાત પ્રજાઓ તમારા કરતાં મોટી અને ઘણી બળવાન છે.+