૧૭ પિતા મને પ્રેમ કરે છે,+ કારણ કે હું મારું જીવન આપું છું,+ જેથી હું એ પાછું મેળવી શકું. ૧૮ કોઈ માણસ મારી પાસેથી મારું જીવન લઈ શકતો નથી, પણ હું એ મારી પોતાની મરજીથી આપું છું. મારી પાસે એ આપવાનો અધિકાર છે અને એ પાછું મેળવવાનો પણ અધિકાર છે.+ મારા પિતા પાસેથી મને એ આજ્ઞા મળી છે.”