૧૬ કેમ કે હું* છૂટાછેડાને ધિક્કારું છું,”+ એવું ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે. “હિંસા કરનારને* પણ હું ધિક્કારું છું,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. “તમે તમારાં દિલની તપાસ કરો અને યોગ્ય વલણ કેળવો. મનમાં ગાંઠ વાળો કે તમે કપટથી નહિ વર્તો.+
૪ બધા લોકોમાં લગ્ન માનયોગ્ય ગણાય અને પતિ-પત્ની એકબીજાને બેવફા ન બને,*+ કેમ કે વ્યભિચાર* કરનાર બધાને ઈશ્વર સજા કરશે, પછી ભલે એ વ્યક્તિ કુંવારી હોય કે પરણેલી.+