૭ “હવેથી ઈંટો બનાવવા તમે મજૂરોને પરાળ આપતા નહિ.+ તેઓને જાતે જઈને એ ભેગું કરવા દો. ૮ પણ તેઓ અગાઉ જેટલી ઈંટો બનાવતા હતા, એટલી જ ઈંટો બનાવવાની તેઓને ફરજ પાડો. તેઓનું કામ જરાય ઓછું કરતા નહિ. તેઓ કામચોર છે, એટલે કહ્યા કરે છે, ‘અમારે જવું છે, અમારા ઈશ્વરને બલિદાન ચઢાવવું છે!’