૫ તમારું જીવન તમારા લોહીમાં છે. જે કોઈ તમારો જીવ લેશે, એની પાસેથી હું હિસાબ માંગીશ, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી. દરેક માણસ પાસે હું તેના ભાઈના જીવનો હિસાબ માંગીશ.+ ૬ જે કોઈ માણસનું લોહી વહાવશે, તેનું લોહી પણ માણસના હાથે વહાવવામાં આવશે,+ કેમ કે ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો છે.”+