-
નિર્ગમન ૪:૧૪-૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ એટલે યહોવાનો ગુસ્સો મૂસા પર ભભૂકી ઊઠ્યો. પછી તેમણે કહ્યું: “હું જાણું છું કે લેવી* કુળનો તારો ભાઈ હારુન+ સારો વક્તા છે. તે તને મળવા આવી રહ્યો છે. તને જોઈને તેનું દિલ ખુશ થઈ જશે.+ ૧૫ તું તેની સાથે વાત કરજે અને આ બધું તેને જણાવજે.+ હું તમારા બંને સાથે હોઈશ.+ તમારે શું કરવું એ હું તમને શીખવીશ. ૧૬ હારુન તારા વતી લોકો સાથે વાત કરશે, તે તારા માટે બોલશે.* તું તેના માટે ઈશ્વર સમાન થશે.+
-
-
નિર્ગમન ૪:૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ યહોવાએ મૂસાને જે વાતો કહી હતી, એ હારુને તેઓને જણાવી. મૂસાએ લોકોના દેખતાં ચમત્કારો કર્યા.+
-