-
નિર્ગમન ૩૫:૪-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પછી મૂસાએ બધા ઇઝરાયેલીઓને કહ્યું: “યહોવાએ આજ્ઞા આપી છે કે, ૫ ‘યહોવા માટે દાન ભેગું કરો.+ જે વ્યક્તિ દિલથી દાન આપવા માંગતી હોય,+ તે યહોવા માટે આ દાન લઈ આવે: સોનું, ચાંદી, તાંબું, ૬ ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી, બારીક શણ, બકરાના વાળ,+ ૭ નર ઘેટાનું લાલ રંગથી રંગેલું ચામડું, સીલ માછલીનું ચામડું, બાવળનું લાકડું, ૮ દીવા માટે તેલ, અભિષેક કરવાના તેલ માટે સુગંધી દ્રવ્ય, સુગંધી ધૂપ માટે સુગંધી દ્રવ્ય+ ૯ તેમજ એફોદ+ અને છાતીએ પહેરવાના ઉરપત્ર+ પર જડવા માટે ગોમેદ અને બીજા કીમતી પથ્થરો.
-
-
૧ કાળવૃત્તાંત ૨૯:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ લોકોએ રાજીખુશીથી ભેટો આપી હોવાથી તેઓમાં આનંદ આનંદ છવાઈ ગયો. તેઓએ પૂરા દિલથી યહોવાને અર્પણો આપ્યાં હતાં.+ દાઉદની ખુશીનો પણ કોઈ પાર ન હતો.
-