-
નિર્ગમન ૩૯:૧૫-૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ પછી તેઓએ ઉરપત્ર માટે દોરીની જેમ વણેલી ચોખ્ખા સોનાની સાંકળીઓ બનાવી.+ ૧૬ તેઓએ ઉરપત્ર માટે સોનાનાં બે ચોકઠાં અને સોનાની બે કડીઓ બનાવી. એ બે કડીઓને ઉરપત્રના ઉપરના બે ખૂણા પર લગાવી. ૧૭ પછી તેઓએ ઉરપત્રના ખૂણા પર લગાડેલી બે કડીઓમાં સોનાની બે સાંકળીઓ પરોવી. ૧૮ ત્યાર બાદ તેઓએ સોનાની એ સાંકળીઓના બે છેડા એફોદના ખભા પર લાગેલાં ચોકઠાં સાથે જોડી દીધા. આમ ઉરપત્ર એફોદના આગળના ભાગમાં લટકાવ્યું.
-