-
નિર્ગમન ૩૭:૨૫-૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ ધૂપ બાળવા માટે તેણે બાવળના લાકડાની એક ધૂપવેદી+ બનાવી. એ ચોરસ હતી, એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હતી. એનાં શિંગડાં ધૂપવેદીનો જ ભાગ હતાં.+ ૨૬ તેણે ધૂપવેદીનો ઉપરનો ભાગ, એની ચારે બાજુ અને એનાં શિંગડાં ચોખ્ખા સોનાથી મઢ્યાં. તેણે એની ફરતે સોનાની કિનારી બનાવી. ૨૭ કિનારી નીચે સામસામેની બાજુએ તેણે સોનાનાં બબ્બે કડાં બનાવ્યાં, જેથી ધૂપવેદીને ઊંચકવાના દાંડા એમાં પરોવી શકાય. ૨૮ પછી તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને એને સોનાથી મઢ્યા.
-