-
૨ કાળવૃત્તાંત ૨:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ હું હીરામ-અબીને મોકલું છું. તે કુશળ કારીગર છે, તેનામાં ઘણી આવડત અને સમજણ છે.+ ૧૪ તે દાનની સ્ત્રીનો દીકરો છે, પણ તેનો પિતા તૂરનો હતો. તે સોના-ચાંદી, તાંબા, લોઢા, પથ્થર, લાકડાં, જાંબુડિયા રંગના ઊન, ભૂરા રંગના દોરા, કીમતી કાપડ અને ઘેરા લાલ રંગના કાપડના કામમાં અનુભવી છે.+ તે દરેક પ્રકારનું કોતરણીકામ અને જાતજાતનું નકશીકામ કરી શકે છે.+ તે તમારા કુશળ કારીગરો સાથે અને તમારા પિતા, મારા માલિક દાઉદના કુશળ કારીગરો સાથે કામ કરશે.
-