-
લેવીય ૧૨:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ છોકરા કે છોકરીના જન્મ પછી સ્ત્રીના શુદ્ધિકરણના દિવસો પૂરા થાય ત્યારે, તે સ્ત્રી અર્પણ ચઢાવે. તે અગ્નિ-અર્પણ માટે એક વર્ષનો ઘેટો+ અને પાપ-અર્પણ માટે કબૂતરનું બચ્ચું અથવા હોલો લાવે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજકને આપે.
-
-
લેવીય ૨૨:૧૮-૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ “હારુન, તેના દીકરાઓ અને બધા ઇઝરાયેલીઓ સાથે વાત કર અને તેઓને કહે, ‘જો કોઈ ઇઝરાયેલી અથવા તેઓ મધ્યે રહેતો કોઈ પરદેશી સ્વેચ્છા-અર્પણ+ માટે અથવા પોતાની માનતા પૂરી કરવા માટે યહોવાને અગ્નિ-અર્પણ ચઢાવે,+ ૧૯ તો તેણે ઢોરઢાંકમાંથી ખોડખાંપણ વગરનું નર પ્રાણી ચઢાવવું.+ તે ઘેટો અથવા બકરો ચઢાવે, જેથી ઈશ્વરની મંજૂરી મેળવી શકે. ૨૦ તમે એવું કોઈ પ્રાણી ન ચઢાવો જે ખોડખાંપણવાળું હોય,+ કેમ કે એનાથી તમને ઈશ્વરની મંજૂરી નહિ મળે.
-