-
લેવીય ૮:૧૮-૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પછી મૂસા અગ્નિ-અર્પણનો ઘેટો નજીક લાવ્યો. હારુન અને તેના દીકરાઓએ એ ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.+ ૧૯ મૂસાએ એને કાપ્યો અને એનું લોહી વેદીની ચારે બાજુ છાંટ્યું. ૨૦ મૂસાએ એ ઘેટાના ટુકડા કર્યા. પછી એ ટુકડાઓને, એના માથાને અને ચરબીને* આગમાં ચઢાવ્યાં. ૨૧ તેણે ઘેટાનાં આંતરડાં અને એના પગ પાણીથી ધોયાં. તેણે એ આખો ઘેટો વેદી પર આગમાં ચઢાવ્યો. એ અગ્નિ-અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ* થાય છે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે. યહોવાની આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.
-
-
લેવીય ૯:૧૨-૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ પછી હારુને અગ્નિ-અર્પણનો ઘેટો કાપ્યો. હારુનના દીકરાઓ ઘેટાનું લોહી તેની પાસે લાવ્યા અને હારુને એને વેદીની ચારે બાજુ છાંટ્યું.+ ૧૩ તેઓએ અગ્નિ-અર્પણના પ્રાણીનાં ટુકડા અને માથું હારુનને આપ્યાં અને તેણે એ વેદી પર આગમાં ચઢાવ્યાં. ૧૪ પછી તેણે આંતરડાં અને પગ પાણીથી ધોયાં અને એને વેદી પર ચઢાવેલા અગ્નિ-અર્પણ ઉપર મૂકીને આગમાં ચઢાવ્યાં.
-