-
ગણના ૧૨:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ યહોવાએ મૂસાને કહ્યું: “જો તેનો પિતા તેના મોં પર થૂંક્યો હોત, તો શું તેણે સાત દિવસ સુધી અપમાન સહ્યું ન હોત? તો હવે સાત દિવસ તેને છાવણીની બહાર અલગ રાખ.+ પછી તે છાવણીમાં પાછી આવી શકે.”
-
-
૨ કાળવૃત્તાંત ૨૬:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ મુખ્ય યાજક અઝાર્યાએ અને બીજા યાજકોએ તેની તરફ જોયું તો જુઓ, તેના કપાળ પર રક્તપિત્ત થયો હતો! તેઓએ તેને બહાર હડસેલી મૂક્યો. તે પોતે બહાર દોડી ગયો, કેમ કે યહોવાએ તેને સજા કરી હતી.
૨૧ ઉઝ્ઝિયા રાજાને રક્તપિત્ત થયો હતો અને મરતાં સુધી તે રોગી રહ્યો.+ તે અલગ ઘરમાં રહેતો હતો. તેને યહોવાના મંદિરમાં જવાની મનાઈ હતી. તેનો દીકરો યોથામ રાજમહેલના વહીવટની દેખરેખ રાખતો હતો અને દેશના લોકોનો ન્યાય કરતો હતો.+
-