-
લેવીય ૩:૩-૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ શાંતિ-અર્પણના આ ભાગો યહોવાને આગમાં અર્પણ કરવા:+ આંતરડાં પરની ચરબી,+ આંતરડાં ફરતેની બધી ચરબી, ૪ કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ+ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે. ૫ હારુનના દીકરાઓ એ બધા ભાગો વેદીના સળગતાં લાકડાં પર, અગ્નિ-અર્પણ ઉપર મૂકીને ચઢાવે.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ* થાય છે.+
-
-
લેવીય ૭:૨૯-૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ “ઇઝરાયેલીઓને કહે કે, ‘જે કોઈ યહોવાને શાંતિ-અર્પણ ચઢાવે, તે પોતાના શાંતિ-અર્પણમાંથી અમુક હિસ્સો યહોવાને આપે.+ ૩૦ તે પ્રાણીની ચરબી+ અને છાતીનો ભાગ પોતાના હાથમાં લે અને યહોવાને આગમાં ચઢાવવાના અર્પણ તરીકે આપે. તે એને હલાવવાના અર્પણ* તરીકે યહોવા સામે આગળ-પાછળ હલાવે.+ ૩૧ યાજક એ ચરબીને વેદી પર આગમાં ચઢાવે.+ પણ પ્રાણીની છાતીનો ભાગ હારુન અને તેના દીકરાઓનો થાય.+
-