વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૦:૧૭, ૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ તમે હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો પૂરેપૂરો નાશ કરી દો,+ જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે. ૧૮ નહિતર તેઓએ પોતાના દેવો માટે જે ધિક્કારને લાયક કામો કર્યાં છે, એ તમને પણ શીખવશે અને તમારી પાસે તમારા ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કરાવશે.+

  • ૨ રાજાઓ ૧૬:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ આહાઝ રાજા બન્યો ત્યારે ૨૦ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૬ વર્ષ રાજ કર્યું. તેના પૂર્વજ દાઉદે પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે ખરું હતું એ કર્યું, પણ આહાઝે એવું કર્યું નહિ.+ ૩ એના બદલે, તે ઇઝરાયેલના રાજાઓના માર્ગે ચાલ્યો.+ યહોવાએ જે પ્રજાઓને ઇઝરાયેલ આગળથી હાંકી કાઢી હતી, તેઓના રિવાજો આહાઝે પાળ્યા. એ પ્રજાઓ એવા રિવાજો પાળતી હતી જેનાથી સખત નફરત થાય.+ અરે, આહાઝ પોતાના દીકરાને આગમાં બલિ ચઢાવતા પણ અચકાયો નહિ!*+

  • ૨ રાજાઓ ૨૧:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ મનાશ્શા+ રાજા બન્યો ત્યારે ૧૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૫ વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ હેફસીબા હતું. ૨ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ મનાશ્શાએ કર્યું. યહોવાએ જે પ્રજાઓને ઇઝરાયેલ આગળથી હાંકી કાઢી હતી+ તેઓના રીતરિવાજો તેણે પાળ્યા. એ પ્રજાઓ એવા રિવાજો પાળતી હતી જેનાથી સખત નફરત થાય.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો