વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧૯:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ “‘મરેલી વ્યક્તિ સાથે વાત કરનાર ભૂવાઓ તરફ તમે ન ફરો+ અને ભવિષ્ય ભાખનાર પાસે ન જાઓ.+ કેમ કે એમ કરવાથી તમે પોતાને અશુદ્ધ કરો છો. હું યહોવા તમારો ઈશ્વર છું.

  • પુનર્નિયમ ૧૮:૧૦-૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તમારી વચ્ચે એવો કોઈ પણ માણસ હોવો ન જોઈએ, જે પોતાના દીકરા કે દીકરીને આગમાં બલિ ચઢાવતો હોય,*+ જોષ જોતો હોય,+ જાદુવિદ્યા કરતો હોય,+ શુકન જોતો હોય,+ જાદુટોણાં કરતો હોય,+ ૧૧ જંતરમંતરથી વશીકરણ કરતો હોય, ભવિષ્ય ભાખનારની+ કે મરેલી વ્યક્તિ સાથે વાત કરતા ભૂવાની સલાહ લેતો હોય+ અથવા મરેલી વ્યક્તિ સાથે વાત કરતો હોય.+ ૧૨ કેમ કે જે કોઈ એવાં કામો કરે છે, તેને યહોવા ધિક્કારે છે. એવાં કામોને લીધે જ તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢે છે.

  • ગલાતીઓ ૫:૧૯, ૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ હવે શરીરનાં કામો તો સાફ દેખાઈ આવે છે, એ કામો છે: વ્યભિચાર,*+ અશુદ્ધતા, બેશરમ કામો,*+ ૨૦ મૂર્તિપૂજા, મેલીવિદ્યા,*+ વેરભાવ, ઝઘડા, ઈર્ષા, અતિશય ગુસ્સો, મતભેદ, ભાગલા પાડવા, પક્ષ પાડવા,

  • પ્રકટીકરણ ૨૧:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ પણ બીકણો, શ્રદ્ધા વગરનાઓ,+ નીચ કામ કરનારાઓ અને અશુદ્ધ લોકો, ખૂનીઓ,+ વ્યભિચારીઓ,*+ મેલીવિદ્યા કરનારાઓ, મૂર્તિપૂજકો અને જૂઠું બોલનારા+ સર્વ લોકોને આગ અને ગંધકથી બળતા સરોવરમાં* નાખવામાં આવશે.+ એ જ બીજું મરણ છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો