-
લેવીય ૨૫:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ જો તમે બીજા કોઈ પાસેથી જમીન ખરીદો, તો જમીનની કિંમત આંકવા છુટકારાના વર્ષને કેટલાં વર્ષો વીત્યાં છે એ ગણો. એવી જ રીતે, વેચનાર માણસ જુએ કે છુટકારાનું વર્ષ આવવામાં કેટલાં વર્ષો બાકી છે અને એ દરમિયાન થનાર ફસલ ગણીને જમીનની કિંમત નક્કી કરે.+ ૧૬ જો છુટકારાનું વર્ષ આવવામાં ઘણાં વર્ષો બાકી હોય, તો વેચનાર જમીનની વેચાણ કિંમત વધારી શકે. પણ જો થોડાં વર્ષો બાકી હોય, તો તે એની કિંમત ઘટાડી શકે, કેમ કે હકીકતમાં તો તે તમને ફસલ વેચી રહ્યો છે, જે એ વર્ષો દરમિયાન ઊગશે.
-