૫ તું ચોક્કસ ગર્ભવતી થઈશ અને દીકરાને જન્મ આપીશ. તેના વાળ કદી કાપવા નહિ,+ કેમ કે તે જન્મથી* જ ઈશ્વર માટે નાઝીરી* થશે. તે ઇઝરાયેલીઓને પલિસ્તીઓના હાથમાંથી બચાવશે.”+
૧૭ છેવટે સામસૂને તેને બધું જણાવી દીધું. તેણે કહ્યું: “મારા વાળ કદી કાપવામાં આવ્યા નથી,* કેમ કે હું જન્મથી* ઈશ્વરનો નાઝીરી છું.+ જો મારા વાળ કાપી નાખવામાં આવે, તો મારી તાકાત જતી રહેશે અને હું સામાન્ય માણસ જેવો થઈ જઈશ.”
૧૧ તેણે આ સમ ખાધા: “હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારી આ દાસીનું દુઃખ જુઓ. મને યાદ રાખો, તમારી આ દાસીને ભૂલશો નહિ. હે યહોવા, જો તમે મને એક દીકરો આપશો,+ તો હું તેને જીવનભર તમારી સેવામાં આપી દઈશ. તેના માથાના વાળ કદી કાપવામાં નહિ આવે.”*+