-
નિર્ગમન ૧૮:૨૧, ૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ તું લોકોમાંથી અમુક કાબેલ માણસોને પસંદ કર,+ જેઓ ઈશ્વરનો ડર રાખતા હોય, વિશ્વાસુ હોય અને બેઈમાનીની કમાણીને ધિક્કારતા હોય.+ તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોનાં ટોળાં પર મુખીઓ તરીકે ઠરાવ.+ ૨૨ તકરાર ઊભી થાય ત્યારે* તેઓ ન્યાય કરે. તેઓને નાની તકરારોનો ઉકેલ લાવવા દે. પણ જે તકરારનો ઉકેલ લાવવો મુશ્કેલ હોય, ફક્ત એ જ તેઓ તારી પાસે લાવે.+ આમ કામ વહેંચી લેવાથી તારો બોજો હળવો થશે.+
-