૨૬ “‘કોઈએ પણ પ્રથમ જન્મેલા* પ્રાણીને અલગ* ન ઠરાવવું, કેમ કે પ્રથમ જન્મેલું પ્રાણી જન્મના દિવસથી જ યહોવાનું છે,+ પછી ભલે એ આખલો હોય કે ઘેટો હોય કે બકરો, એ યહોવાનો જ છે.+
૧૩ કેમ કે દરેક પ્રથમ જન્મેલો મારો છે.+ જે દિવસે મેં ઇજિપ્તના બધા પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા,+ એ દિવસે મેં ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલાઓને મારા માટે પવિત્ર ઠરાવ્યા હતા. માણસોના અને પ્રાણીઓના બધા પ્રથમ જન્મેલા મારા ગણાશે.+ હું યહોવા છું.”