૧૩ બાલાકે તેને કહ્યું: “મારી સાથે બીજી જગ્યાએ ચાલ. ત્યાંથી તું બધા નહિ, ફક્ત થોડા ઇઝરાયેલીઓને જોઈ શકીશ. ત્યાંથી તેઓને મારા માટે શ્રાપ આપ.”+ ૧૪ બાલાક તેને પિસ્ગાહના શિખર પર+ સોફીમના મેદાનમાં લઈ ગયો. ત્યાં તેણે સાત વેદીઓ બાંધી અને દરેક વેદી પર એક આખલો અને એક ઘેટો ચઢાવ્યો.+