-
ગણના ૨૧:૩૩-૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૩ ત્યાર બાદ તેઓ ફરીને બાશાનને માર્ગે ગયા. બાશાનનો રાજા ઓગ+ તેઓ સામે લડવા પોતાના લોકો સાથે એડ્રેઈમાં+ આવ્યો. ૩૪ યહોવાએ મૂસાને કહ્યું: “તેનાથી ડરીશ નહિ,+ કેમ કે તેને, તેની પ્રજાને અને તેના દેશને હું તારા હાથમાં સોંપીશ.+ હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનના તેં જેવા હાલ કર્યા હતા, એવા જ હાલ તેના પણ કરજે.”+ ૩૫ તેથી ઇઝરાયેલીઓએ રાજાને, તેના દીકરાઓને અને તેના લોકોને મારી નાખ્યા. તેના લોકોમાંથી કોઈ બચ્યું નહિ.+ તેઓએ તેનો દેશ પણ કબજે કરી લીધો.+
-