૩૩ તેથી મૂસાએ ગાદના દીકરાઓને, રૂબેનના દીકરાઓને+ અને યૂસફના દીકરા મનાશ્શાના અડધા કુળને+ અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય+ અને બાશાનના રાજા ઓગનું રાજ્ય,+ એટલે કે તેઓના વિસ્તારનાં બધાં શહેરો અને એની આજુબાજુનાં શહેરો વારસા તરીકે આપ્યાં.
૯ પછી રૂબેનીઓએ, ગાદીઓએ અને મનાશ્શાના અડધા કુળે કનાન દેશના શીલોહમાં ઇઝરાયેલીઓ પાસેથી વિદાય લીધી. તેઓ ગિલયાદ+ દેશ જવા નીકળ્યા, જ્યાં તેઓ રહેતા હતા. યહોવાના હુકમથી એ દેશનો કબજો મૂસાએ તેઓને રહેવા માટે આપ્યો હતો.+