૧૮ તમે એવા પર્વત પાસે ગયા નથી, જેને અડકી શકાય,+ જે આગથી સળગતો હોય,+ જેની આસપાસ કાળું વાદળ, ગાઢ અંધકાર અને તોફાન હોય,+ ૧૯ જ્યાં રણશિંગડાનો+ મોટો અવાજ સંભળાતો હોય અને સ્વર્ગમાંથી વાત કરતી વાણી+ સંભળાતી હોય. જ્યારે લોકોએ એ વાણી સાંભળી, ત્યારે વિનંતી કરી કે તેઓને વધારે કંઈ કહેવામાં ન આવે.+