-
ઉત્પત્તિ ૧૨:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ યહોવાએ ઇબ્રામને કહ્યું: “તારો દેશ અને તારાં સગાં-વહાલાં અને તારા પિતાનું ઘર છોડીને એ દેશમાં જા, જે હું તને બતાવીશ.+ ૨ હું તને મહાન પ્રજા બનાવીશ. હું તને આશીર્વાદ આપીશ અને તારું નામ જાણીતું કરીશ. તારા લીધે બીજાઓને આશીર્વાદ મળશે.+ ૩ જેઓ તને આશીર્વાદ આપે છે, તેઓને હું આશીર્વાદ આપીશ. જેઓ તને શ્રાપ આપે છે, તેઓને હું શ્રાપ આપીશ.+ તારાથી પૃથ્વીનાં સર્વ કુટુંબો ચોક્કસ આશીર્વાદ મેળવશે.”*+
-
-
ઉત્પત્તિ ૨૨:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર બૂમ પાડીને ઇબ્રાહિમને બોલાવ્યો
-
-
ઉત્પત્તિ ૨૬:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તું આ દેશમાં હમણાં પરદેશી તરીકે રહે.+ હું હંમેશાં તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજને આ આખો વિસ્તાર આપીશ.+ તારા પિતા ઇબ્રાહિમ આગળ ખાધેલા આ સમ હું જરૂર પૂરા કરીશ:+ ૪ ‘હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી વધારીશ.+ હું તારા વંશજને આ આખો વિસ્તાર આપીશ.+ તારા વંશજથી પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે.’*+
-