-
ગણના ૬:૨૩-૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ “હારુન અને તેના દીકરાઓને કહે, ‘તમે આમ કહીને ઇઝરાયેલીઓને આશીર્વાદ આપો:+
૨૪ “યહોવા તમને આશીર્વાદ આપે+ અને તમારું રક્ષણ કરે.
૨૫ યહોવાના મુખનો પ્રકાશ તમારા પર રહે+ અને તે તમને કૃપા બતાવે.
૨૬ યહોવા પોતાનું મોં તમારા તરફ રાખે અને તમને શાંતિ આપે.”’+
૨૭ તેઓ મારું નામ લઈને+ ઇઝરાયેલીઓને આશીર્વાદ આપે, જેથી હું તેઓને આશીર્વાદ આપું.”+
-