૨૭ યહોવા તમને બીજી પ્રજાઓમાં વિખેરી નાખશે.+ યહોવા તમને જે પ્રજાઓમાં ભગાડી મૂકશે, ત્યાં તમારામાંથી થોડા જ બચશે.+ ૨૮ ત્યાં તમારે લાકડાં અને પથ્થરમાંથી બનેલા દેવોને ભજવા પડશે. હા, માણસોએ બનાવેલા એવા દેવોને ભજવા પડશે,+ જેઓ જોતા નથી, સાંભળતા નથી, ખાતા નથી કે સૂંઘતા નથી.