-
પુનર્નિયમ ૩૧:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ પછી મૂસાએ યહોશુઆને બોલાવ્યો અને બધા ઇઝરાયેલીઓના દેખતાં તેને કહ્યું: “હિંમતવાન અને બળવાન થા,+ કેમ કે તું જ આ લોકોને એ દેશમાં લઈ જઈશ, જે દેશ આપવાના યહોવાએ તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા. તું તેઓને એ દેશનો વારસો આપીશ.+ ૮ યહોવા તારી સાથે છે+ અને તારી આગળ આગળ ચાલે છે. તે તને ત્યજી દેશે નહિ કે છોડી દેશે નહિ. તું ડરીશ નહિ કે ગભરાઈશ નહિ.”+
-