-
ગણના ૩૨:૨૦-૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ મૂસાએ તેઓને કહ્યું: “એમ હોય તો, તમે યુદ્ધ માટે હથિયારો સજીને યહોવા આગળ જાઓ.+ ૨૧ જો તમે બધા લોકો હથિયાર સજીને યહોવા આગળ યર્દન પાર કરો અને તે પોતાના દુશ્મનોને પોતાની આગળથી કાઢી મૂકે+ ૨૨ અને દેશ યહોવાના તાબામાં આવે+ એ પછી જ તમે પાછા ફરો,+ તો તમે યહોવા અને ઇઝરાયેલ આગળ દોષિત નહિ ઠરો. ત્યાર બાદ, યહોવા આગળ તમને આ વિસ્તાર વારસા તરીકે મળશે.+
-
-
યહોશુઆ ૨૨:૧-૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ પછી યહોશુઆએ રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અડધા કુળને બોલાવ્યા. ૨ યહોશુઆએ તેઓને કહ્યું: “યહોવાના સેવક મૂસાએ આપેલી બધી આજ્ઞાઓ પ્રમાણે તમે કર્યું છે+ અને મારી દરેક આજ્ઞા પાળીને તમે મારા કહેવા પ્રમાણે કર્યું છે.+ ૩ તમે આજ સુધી, આ સર્વ સમય દરમિયાન તમારા ભાઈઓને છોડી દીધા નથી.+ તમે તમારા ઈશ્વર યહોવાની આજ્ઞાનું પાલન કર્યું છે.+ ૪ તમારા ઈશ્વર યહોવાએ આપેલા વચન પ્રમાણે, હવે તેમણે તમારા ભાઈઓને શાંતિ આપી છે.+ એટલે તમે દરેક પોતપોતાનાં ઘરે પાછા ફરો અને યહોવાના સેવક મૂસાએ યર્દનની પેલી તરફ* તમને જે દેશનો કબજો આપ્યો છે, એમાં રહો.+
-