૧૪ “જુઓ, હું મરવાની અણીએ છું. તમે સારી રીતે* જાણો છો કે યહોવા તમારા ઈશ્વરે જે જે વચનો તમને આપ્યાં હતાં, એમાંનું એકેય નિષ્ફળ ગયું નથી. એ બધાં જ પૂરાં થયાં છે, એક પણ રહી ગયું નથી.+
૫૬ “યહોવાનો જયજયકાર થાઓ. તેમના વચન પ્રમાણે તેમણે પોતાના ઇઝરાયેલી લોકોને સુખ-શાંતિ આપ્યાં છે.+ તેમના સેવક મૂસા દ્વારા તેમણે આપેલાં બધાં સારાં વચનોમાંથી એક પણ શબ્દ નિષ્ફળ ગયો નથી.+
૧૮ એટલે આ બે બાબતો* અફર છે અને એમાં ઈશ્વર જૂઠું બોલે એ શક્ય જ નથી.+ તેથી આપણને, ઈશ્વરના શરણમાં દોડી જનારાઓને આપણી આગળ મૂકેલી આશાને વળગી રહેવા ઘણું ઉત્તેજન મળે છે.