૧૮ પાદ્દાનારામથી+ મુસાફરી કરીને યાકૂબ સહીસલામત કનાન+ દેશના શખેમ+ શહેર પહોંચ્યો. તેણે એ શહેર નજીક પોતાનો પડાવ નાખ્યો. ૧૯ પછી તેણે જ્યાં પડાવ નાખ્યો હતો એ જમીન ખરીદી લીધી. એ તેણે હમોરના દીકરાઓ પાસેથી ચાંદીના ૧૦૦ ટુકડામાં ખરીદી.+ હમોરના એક દીકરાનું નામ શખેમ હતું.