૨૪ સમય જતાં, માનોઆહની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ સામસૂન પાડ્યું.+ તે મોટો થતો ગયો તેમ યહોવાનો આશીર્વાદ તેના પર હતો. ૨૫ પછી સોરાહ અને એશ્તાઓલની+ વચ્ચે માહનેહ-દાન+ નામની જગ્યાએ, યહોવાની શક્તિ સામસૂન પર આવી.*+
૬ યહોવાની શક્તિથી સામસૂન બળવાન થયો.+ સિંહ જાણે બકરીનું બચ્ચું હોય એમ, સામસૂને કોઈ પણ હથિયાર વગર તેને ચીરી નાખ્યો. તેણે એ વિશે પોતાનાં માબાપને કંઈ જણાવ્યું નહિ.