૨૫ ઇઝરાયેલી માણસો અંદરોઅંદર કહેવા લાગ્યા: “શું તમે આગળ આવેલા આ માણસને જોયો? તે ઇઝરાયેલને લલકારે છે.+ તેને જે કોઈ મારી નાખશે, તેને રાજા માલામાલ કરી દેશે. એટલું જ નહિ, તેને મારી નાખનારની સાથે રાજા પોતાની દીકરીને પરણાવશે.+ રાજા એ માણસના પિતાના કુટુંબકબીલાને રાજસેવા અને વેરામાંથી મુક્તિ પણ આપશે.”