૧૩ જો મારા પિતાએ તને મારી નાખવાનું નક્કી કર્યું હોય, તોપણ હું તને એની ખબર આપીશ. એટલું જ નહિ, હું તને સહીસલામત દૂર મોકલી દઈશ. જો હું એમ ન કરું, તો યહોવા મને આકરી સજા કરો. જેમ યહોવા મારા પિતા સાથે હતા+ તેમ તારી સાથે રહો.+ ૧૪ ભલે હું જીવું કે મરું, તું મારા પર યહોવા જેવો અતૂટ પ્રેમ બતાવજે.+