૪ દાઉદના માણસોએ તેને કહ્યું: “આજે એ દિવસ આવ્યો છે, જ્યારે યહોવા તને કહે છે: ‘જો, મેં તારા દુશ્મનને તારા હાથમાં સોંપી દીધો છે.+ તને જે સારું લાગે એ કર.’” દાઉદે ચૂપચાપ જઈને શાઉલના ઝભ્ભાની* કોર કાપી લીધી.
૧૦ આજે તમે નજરોનજર જોયું છે કે ગુફામાં યહોવાએ તમને મારા હાથમાં સોંપી દીધા હતા. જ્યારે કેટલાકે તમને મારી નાખવાનું કહ્યું,+ ત્યારે મેં તમારા પર દયા બતાવી. મેં કહ્યું, ‘હું મારા માલિક પર હાથ નહિ ઉગામું, કેમ કે તે યહોવાના અભિષિક્ત છે.’+