-
૧ શમુએલ ૨૫:૧૪-૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ એ દરમિયાન નાબાલના એક ચાકરે નાબાલની પત્ની અબીગાઈલ પાસે જઈને કહ્યું: “દાઉદે અમારા માલિકના ખબરઅંતર પૂછવા માણસો મોકલ્યા હતા. પણ માલિકે બૂમાબૂમ કરીને તેઓનું અપમાન કર્યું.+ ૧૫ એ માણસો અમારી સાથે ભલાઈથી વર્ત્યા હતા. તેઓ અમારી સાથે વેરાન પ્રદેશમાં હતા ત્યારે, અમારું કંઈ ખોવાયું ન હતું. તેઓએ અમારું કોઈ નુકસાન કર્યું ન હતું.+ ૧૬ અમે ઘેટાંની સંભાળ રાખતા હતા એ સમયે, તેઓ રાત-દિવસ અમારી ફરતે રક્ષણ આપતી દીવાલ જેવા હતા.
-