-
ઉત્પત્તિ ૩૬:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ એસાવના દીકરા અલીફાઝની ઉપપત્નીનું નામ તિમ્ના હતું. સમય જતાં, અલીફાઝને તિમ્નાથી અમાલેક+ થયો. એ બધા એસાવની પત્ની આદાહના પૌત્રો હતા.
-
-
નિર્ગમન ૧૭:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ યહોવાએ મૂસાને કહ્યું: “આ બનાવ યાદ રહે માટે પુસ્તકમાં લખી લે અને યહોશુઆને જણાવ કે, ‘હું અમાલેકીઓનું નામનિશાન આકાશ નીચેથી મિટાવી દઈશ અને તેઓને યાદ પણ કરવામાં નહિ આવે.’”+
-
-
૧ શમુએલ ૧૫:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ સૈન્યોના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળીને રસ્તામાં હતા ત્યારે, અમાલેકીઓએ તેઓનો વિરોધ કર્યો. તેઓ ઇઝરાયેલ સાથે જે રીતે વર્ત્યા, એનો હું અમાલેકીઓ પાસેથી હિસાબ લઈશ.+
-