-
૧ શમુએલ ૩૧:૧૧-૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ યાબેશ-ગિલયાદના+ લોકોએ સાંભળ્યું કે પલિસ્તીઓએ શાઉલના કેવા હાલ કર્યા છે. ૧૨ એટલે બધા લડવૈયાઓ ત્યાંથી નીકળીને આખી રાત ચાલ્યા. તેઓએ બેથ-શાન પહોંચીને શાઉલ અને તેના દીકરાઓની લાશો દીવાલ પરથી ઉતારી. એ લાશો તેઓએ યાબેશ લઈ આવીને બાળી. ૧૩ તેઓએ એનાં હાડકાં+ યાબેશમાં+ એશેલ વૃક્ષ* નીચે દાટ્યાં. તેઓએ સાત દિવસ ઉપવાસ કર્યા.
-