૧૩ તમારાં વસ્ત્રો નહિ,+ પણ દિલ ચીરી નાખો,+
તમારા ઈશ્વર યહોવા પાસે પાછા ફરો.
તે કરુણા અને દયા બતાવનાર, જલદી ગુસ્સે ન થનાર+ અને અતૂટ પ્રેમના સાગર છે,+
તે જે આફત લાવવાના છે, એના પર ફરી વિચાર કરશે.
૧૪ શું ખબર, કદાચ તે મન બદલે અને પોતે જે નક્કી કર્યું છે એના પર ફરી વિચાર કરે,+
કદાચ તમને આશીર્વાદ આપે,
જેથી તમે તમારા ઈશ્વર યહોવા માટે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવી શકો!