-
૧ કાળવૃત્તાંત ૩:૧-૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ દાઉદને હેબ્રોનમાં આ દીકરાઓ થયા હતા:+ પહેલો દીકરો આમ્નોન,+ જેની મા યિઝ્રએલની અહીનોઆમ+ હતી; બીજો દાનિયેલ, જેની મા કાર્મેલની અબીગાઈલ+ હતી; ૨ ત્રીજો આબ્શાલોમ,+ જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માખાહથી થયો હતો; ચોથો અદોનિયા,+ જે હાગ્ગીથથી થયો હતો; ૩ પાંચમો શફાટિયા, જેની મા અબીટાલ હતી અને છઠ્ઠો યિથ્રઆમ, જેની મા દાઉદની પત્ની એગ્લાહ હતી. ૪ આ છ દીકરાઓ દાઉદને હેબ્રોનમાં થયા હતા. દાઉદે હેબ્રોનમાંથી સાડા સાત વર્ષ રાજ કર્યું હતું. યરૂશાલેમમાંથી તેણે ૩૩ વર્ષ રાજ કર્યું હતું.+
-